Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘ મહેર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડી રાત્રે મધ્ય તથા ઉત્તર ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ધમાકેદાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રવિવારે વ્યક્ત કરવામાં આવી હતી.

