India-US relations: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશને લઈને તેમના જ દેશમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ટ્રમ્પને ચેતવણી આપી છે કે ભારતને દુશ્મનની જેમ ટ્રીટ કરવું ખોટું છે. તેમણે ભારતને લોકતાંત્રિક સાઝેદાર ગણાવીને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની હિમાયત કરી છે.