ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા અથવા ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 24x7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સાથે જ, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો અને ઈ-મેઈલ આઈડી પણ જાહેર કર્યા છે, જેથી ભારતીયો અને તેમના પરિવારજનો સરળતાથી મદદ મેળવી શકે.