Jammu-Kashmir terrorist encounter: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાબળોની નિર્ણાયક કાર્યવાહી ચાલુ છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાબળોએ 6 અલગ-અલગ અથડામણોમાં 21 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન્સમાં ભારતીય સેના, CRPF, BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે ભાગ લીધો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક હતા.