Gujarat Rain 2025: ગુજરાતમાં મેઘાનું તોફાન ચાલુ છે! રાજ્યના 226 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં હળવાથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં મેઘોની તોફાની બેટિંગ જોવા મળી, જ્યાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો, જ્યારે કેશોદમાં 11.22 ઈંચ અને વંથલીમાં 10.39 ઈંચ વરસાદ પડ્યો. પોરબંદરમાં પણ 10.24 ઈંચ વરસાદે ખેડૂતો અને સ્થાનિકોને ચિંતામાં મૂક્યા છે.