Mumbai Covid Case: મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં ગઈકાલે 53 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા તાત્કાલિક પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.