ભારત સરકાર દ્વારા હાઈડ્રોજન ફ્યુઅલથી ચાલતી કાર અને અન્ય વાહનો માટે એક નવી નંબર પ્લેટ સિરીઝનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ અંગેની વિગતો શેર કરવામાં આવી છે. આ પગલું ભારતમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવે છે.