India-Russia relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રૂસની રાજધાની મોસ્કોમાંથી અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે ભારત રૂસથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે અને અમેરિકાના દબાણને નહીં સ્વીકારે. રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ જયશંકરે કહ્યું, “અમે રૂસના સૌથી મોટા તેલ ખરીદનાર નથી, ચીન છે. એલએનજી આયાતમાં પણ યુરોપિયન યુનિયન આગળ છે. 2022 પછી રૂસ સાથે વેપારમાં સૌથી વધુ વધારો ભારતનો નહીં, પરંતુ દક્ષિણના અન્ય દેશોનો થયો છે.”