અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનું ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેનાથી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થયું છે. આ નિર્ણયનો મુખ્ય આધાર ભારત દ્વારા રશિયામાંથી ઓઇલ આયાત છે, જે ટ્રમ્પને પસંદ નથી. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે દેશના હિતમાં જ નિર્ણય લેશે. આ ઘટનાને લઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરી અને અમેરિકાના ડબલ સ્ટાન્ડર્ડનો પર્દાફાશ કર્યો છે.