Get App

Study in USA: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો: સંખ્યા 3.63 લાખને પાર, પણ નવા એડમિશનમાં ઘટાડો કેમ? જાણો સંપૂર્ણ વિગત

Study in USA: 'Open Doors 2025' રિપોર્ટ મુજબ, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 9.5% વધીને 3.63 લાખને પાર પહોંચી છે. જોકે, નવા એડમિશનમાં ઘટાડો કેમ જોવા મળ્યો? જાણો ભારતીયો કયા કોર્સ પસંદ કરી રહ્યા છે અને કયા કારણોસર ચિંતા વધી રહી છે તેની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 19, 2025 પર 10:17 AM
Study in USA: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો: સંખ્યા 3.63 લાખને પાર, પણ નવા એડમિશનમાં ઘટાડો કેમ? જાણો સંપૂર્ણ વિગતStudy in USA: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો દબદબો: સંખ્યા 3.63 લાખને પાર, પણ નવા એડમિશનમાં ઘટાડો કેમ? જાણો સંપૂર્ણ વિગત
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ આજે પણ અમેરિકા જ છે.

Study in USA: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ આજે પણ અમેરિકા જ છે. તાજેતરમાં જાહેર થયેલા 'ઓપન ડોર્સ 2025' રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-25માં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 9.5%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓનો આંકડો 3,63,019 પર પહોંચી ગયો છે.

આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન (IIE) દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારત સતત બીજા વર્ષે ચીનને પાછળ રાખીને પ્રથમ સ્થાને છે.

આંકડા શું કહે છે: કુલ વધારો પણ નવા પ્રવેશમાં ઘટાડો

રિપોર્ટ મુજબ અમેરિકામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 11.7 લાખ છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 5%નો વધારો થયો છે. જોકે, ચિંતાની વાત એ છે કે નવા વિદ્યાર્થીઓના પ્રવેશમાં લગભગ 7%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો મોટાભાગે ગ્રેજ્યુએટ (માસ્ટર્સ) કક્ષાના કોર્સમાં જોવા મળ્યો છે.

* કુલ ભારતીય વિદ્યાર્થીઓ: 3,63,019 (9.5%નો વધારો)

* ચીનના વિદ્યાર્થીઓ: 2,65,919 (4%નો ઘટાડો)

* અંડરગ્રેજ્યુએટ (બેચલર) વિદ્યાર્થીઓ: 40,000થી વધુ (11%નો વધારો)

બધા સમાચાર

+ વધુુ વાંચો