Get App

Supreme Court Stay: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક, હવે 19 માર્ચે થશે સુનાવણી, જાણો શું છે વિવાદ

UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે UGCના 23 જાન્યુઆરી 2026ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. જાણો કોર્ટમાં શું દલીલો થઈ અને કેમ સવર્ણ સમાજે આ નિયમોનો વિરોધ કર્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2026 પર 1:21 PM
Supreme Court Stay: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક, હવે 19 માર્ચે થશે સુનાવણી, જાણો શું છે વિવાદSupreme Court Stay: UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક, હવે 19 માર્ચે થશે સુનાવણી, જાણો શું છે વિવાદ
UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે UGCના 23 જાન્યુઆરી 2026ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે.

UGC Regulations 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લેતા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા આગામી તારીખ 19 માર્ચ નક્કી કરી છે. આ નિર્ણયથી UGCના નવા નિયમોનો વિરોધ કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. ચાલો જાણીએ કે કોર્ટમાં શું થયું અને આખરે આ વિવાદ શું છે.

કેમ થયો છે વિરોધ?

UGC એક્ટને લઈને સવર્ણ સમાજમાં ઘણી નારાજગી જોવા મળી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક નહીં પણ કુલ 12 જેટલી અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ, ત્યારે કોર્ટે હાલ પૂરતી આ નવા નિયમોના અમલ પર રોક લગાવી દીધી છે.

વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે 23 જાન્યુઆરી 2026ના રોજ નોટિફાય થયેલા UGC ના નિયમો પર સ્ટે આપ્યો છે. આ નિયમોનું નામ ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના વિનિમય' હતું. અરજદારોનું કહેવું છે કે આ નિયમો મનસ્વી અને કોઈ એક પક્ષને અન્યાય કરનારા છે. તેમનો આરોપ છે કે આ નિયમો બંધારણ અને UGC એક્ટ 1956નું ઉલ્લંઘન કરે છે.

વકીલ વિષ્ણુ શંકર જૈનની દલીલ કોર્ટમાં સુનાવણી દરમિયાન જાણીતા વકીલ વિષ્ણુ શંકર જૈને જોરદાર દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હું જાતિ આધારિત ભેદભાવની આ વ્યાખ્યા પર રોક લગાવવાની માંગ કરું છું. કાયદો એવું માની ન શકે કે ભેદભાવ માત્ર કોઈ ખાસ વર્ગ વિરુદ્ધ જ થાય છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે ધારા 3C હેઠળ આપવામાં આવેલી વ્યાખ્યા અનુચ્છેદ 14 થી પ્રભાવિત છે. જ્યારે ભેદભાવ પહેલાથી જ પરિભાષિત છે, ત્યારે એવું ન માની શકાય કે અન્યાય માત્ર કોઈ એક જ વર્ગ સાથે થાય છે.

ચીફ જસ્ટિસનું અવલોકન

બધા સમાચાર

+ વધુુ વાંચો