Get App

T20 World Cup Crisis: બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર, ભારત આવવાની ના પાડતા ICCએ લીધો મોટો નિર્ણય, હવે આ નવી ટીમ રમશે

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપનો બહિષ્કાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ. ICCએ ભારતમાંથી વેન્યુ બદલવાની માંગ ફગાવી. જાણો બાંગ્લાદેશની જગ્યાએ હવે કઈ ટીમ રમશે અને શું છે સમગ્ર વિવાદ.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2026 પર 5:10 PM
T20 World Cup Crisis: બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર, ભારત આવવાની ના પાડતા ICCએ લીધો મોટો નિર્ણય, હવે આ નવી ટીમ રમશેT20 World Cup Crisis: બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર, ભારત આવવાની ના પાડતા ICCએ લીધો મોટો નિર્ણય, હવે આ નવી ટીમ રમશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સતત ભારત સિવાય અન્ય કોઈ સ્થળે પોતાની મેચો રમાડવાની માંગ કરી રહ્યું હતું.

T20 World Cup Crisis: ક્રિકેટ જગતમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આગામી T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથેના વિવાદ અને ભારત આવવાની ના પાડવાને કારણે બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે. હવે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડ (Scotland) ની ટીમ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે.

શા માટે થયો વિવાદ?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સતત ભારત સિવાય અન્ય કોઈ સ્થળે પોતાની મેચો રમાડવાની માંગ કરી રહ્યું હતું. જોકે, ICC એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે વેન્યુ બદલવામાં આવશે નહીં. ICC એ ચેતવણી આપી હતી કે જો ટીમ ભારતનો પ્રવાસ નહીં કરે તો તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવશે. આ ચેતવણી છતાં બાંગ્લાદેશ પોતાની જીદ પર અડગ રહ્યું અને અંતે વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં થવાની છે.

KKR અને મુસ્તફિઝુરનું કનેક્શન સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નારાજગીનું એક કારણ IPL પણ છે. તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ બાંગ્લાદેશના સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. બાંગ્લાદેશનો આરોપ છે કે KKR એ આ નિર્ણય BCCI ના કહેવા પર લીધો હતો. આ ઘટના બાદ નારાજ થયેલા બાંગ્લાદેશ બોર્ડે પોતાની ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય કર્યો હતો.

ICC પર ગંભીર આરોપ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે ICC પર પ્રહારો કરતા કહ્યું હતું કે, "અમે વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ, પરંતુ ભારતમાં નહીં. ICC એ અમારી મેચો શિફ્ટ કરવાની વિનંતી ફગાવી દીધી. મુસ્તફિઝુરનો મામલો એકલો નથી. જો અમારા જેવો દેશ ઓલિમ્પિકમાં જઈ રહેલી આ રમતનો ભાગ નથી બની રહ્યો, તો તે ICC ની નિષ્ફળતા છે."

હવે કોને મળશે તક?

T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. બાંગ્લાદેશને ગ્રુપ-C માં રાખવામાં આવ્યું હતું, જેમાં ઈટાલી, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામેલ છે. હવે બાંગ્લાદેશના બહિષ્કાર બાદ આ ગ્રુપમાં સ્કોટલેન્ડને રમવાની તક મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો