TCS employee's allegation: ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS)ના એક એમ્પ્લોયીનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પુણેના TCS ઓફિસની બહાર ફૂટપાથ પર સૂતેલા આ એમ્પ્લોયીએ દાવો કર્યો હતો કે કંપનીએ તેમની સેલરી મહિનાઓથી રોકી રાખી છે. આ એમ્પ્લોયીનું નામ સૌરભ મોરે છે અને તેમણે હાથથી લખેલા પત્રમાં પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. આ પત્રનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. TCSએ હવે આ મામલે પોતાની સફાઈ આપી છે અને જણાવ્યું છે કે આ ઘટના ‘અનઑથોરાઇઝ્ડ એબ્સેન્સ’ના કારણે બની હતી.