Trump on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયાથી ક્રૂડ ઓઈલની ભારે ખરીદી અને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ભારત પર યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની માનવીય ત્રાસદી પ્રત્યે ઉદાસીન રહેવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે ધમકી આપી છે કે આ કારણે ભારત પર અમેરિકા દ્વારા લગાવવામાં આવતા ટેરિફમાં ભારે વધારો કરવામાં આવશે.