Uttarakhand Disaster: ઉત્તરાખંડના ધરાલી ગામમાં આવેલા આકાશી સેલાબે સમગ્ર ગામનો નકશો બદલી નાખ્યો છે. આખું ગામ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે. અમુક ઘરોની ફક્ત છત જ દેખાઈ રહી છે. ગામમાં મોટા-મોટા પથ્થરોનો ઢગલો થયો છે, જેને હટાવવા એક મોટો પડકાર છે. ધરાલી ગંગોત્રી ધામથી લગભગ 20 કિલોમીટર પહેલાં આવે છે અને યાત્રાનું મહત્વનું સ્થળ છે.