Get App

શૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશે

જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં અમૂક શૅર્સમાં સ્થિર વૃદ્ધિ થવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. પરિણામે ટ્રેડર્સે અમૂક શૅર્સ ઉપર નજર રાખવી જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2023 પર 3:08 PM
શૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશેશૅરખાનના મતે વોલેટાઈલ બજારમાં પણ આ ત્રણ શૅર્સની વૃદ્ધિ થતી રહેશે
જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ (Q1) બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

જૂન 2023માં પુરા થતા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામ (Q1) બાદ રિસર્ચ ગૃહ શૅરખાને વિવિધ શૅર્સ માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં અમૂક શૅર્સમાં સ્થિર વૃદ્ધિ થવાની સંભાવના રજૂ કરવામાં આવી છે. પરિણામે ટ્રેડર્સે અમૂક શૅર્સ ઉપર નજર રાખવી જોઈએ.

બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝટાર્ગેટ ભાવ 2,446

આ વર્ષનાં જૂન ત્રિમાસિકમાં કંપનીના સકારાત્મક પાસા જોઈએ તો ગ્રોસ માર્જિન માર્ચ 2023 ત્રિમાસિકની સરખામણીએ 270 બેસિસ પોઈન્ટ્સ વધીને 51.8 ટકા થતા ઈબિટડા માર્જિનમાં ત્રિમાસિક ધોરણે 240 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો હતો. અન્ય આવક પણ ત્રિમાસિક ધોરણે 92 ટકા વધીને 104 કરોડ રૂપિયા થઈ હતી. હિસાબમાં કેશ બેલેન્સ વધીને 2245 કરોડ રૂપિયા થયુ છે, જે માર્ચ 2023 ત્રિમાસિકમાં 2075 કરોડ કરોડ હતું.

પરંતુ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે 7.5 ટકા ઘટ્યુ છે. કુલ વેચાણમાં કર્મચારી ખર્ચ 90 બેસિસ પોઈન્ટ્સ વધીને પાંચ ટકાના સ્તરે પહોંચ્યો છે. કંપનીના મેનેજમેન્ટનું કહેવુ છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક પડકારરૂપ રહેશે કારણ કે સીઝન ડાઉન છે અને જ્યાં નિકાસ થાય છે તે બજારોમાં હીટ વેવ છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ધોરણે મંદીની ચિંતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો