Get App

ચંદ્રયાન-૩ની સફળતા બાદ ડિફેન્સ શૅર્સમાં તેજી

ચંદ્રયાન-૩ની સફળતાથી ભારત ઈતિહાસ રચ્યો છે. જે કંપનીઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને પાર્ટસની સપ્લાય કરતી હતી તેમના શૅર ભાવમાં પણ વધારો થયો છે. તાતા એલેક્સી, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ અને એમટીએઆર ટેકનોલોજીસના શૅર ભાવ ત્રણથી ૧૦ ટકાની રેન્જમાં ગુરુવારે વધ્યા હતા.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 8:09 PM
ચંદ્રયાન-૩ની સફળતા બાદ ડિફેન્સ શૅર્સમાં તેજીચંદ્રયાન-૩ની સફળતા બાદ ડિફેન્સ શૅર્સમાં તેજી

ચંદ્રયાન-૩ની સફળતાથી ભારત ઈતિહાસ રચ્યો છે. જે કંપનીઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને પાર્ટસની સપ્લાય કરતી હતી તેમના શૅર ભાવમાં પણ વધારો થયો છે. તાતા એલેક્સી, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ અને એમટીએઆર ટેકનોલોજીસના શૅર ભાવ ત્રણથી ૧૦ ટકાની રેન્જમાં ગુરુવારે વધ્યા હતા.

ઉપરાંત મિશ્ર ધાતુ નિગમ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL), ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL) અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શૅર ભાવ બાવન સપ્તાહની નવી ટોચને સ્પર્શયા હતા. પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપની ઈનવાસેટ પીએમએસના રિસર્ચના હેડ અને પાર્ટનર અનિરુદ્ધ ગર્ગે કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતાને લીધે ભારતીય એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓ માટે ઘણી તક ઉભી થશે. ભારતની સ્પેસ એજન્સી ઈસરોની આગળ જતા ઘણી મોટી યોજનાઓ છે.

તેમણે ઉમેર્યું કે એજન્સી હાલમાં આદિત્ય-એલ૧ ઉપર કામ કરી રહી છે જે સૂર્ય માટે છે. જ્યારે ગગનયાન-૧ અને ૨નું પણ સ્પેસક્રાફ્ટ ટેસ્ટંગ ચાલુ છે અને મંગલયાન-૨ ઉપર પણ કામ થઈ રહ્યુ છે કારણ કે હજી એક માર્સ મિશનની યોજના છે. આમ કંપનીઓ માટે ઘણી તક છે.

વેન્ચ્યુરાના રિસર્ચ હેડ વિનીત બોલિન્જકરે કહ્યું કે ચંદ્રયાન-૩ એક શરૂઆત છે અને ટૂંકા ગાળે ઘણા સ્પેસ મિશન જોવા મળશે. સ્પેસ ઉદ્યોગની કંપનીઓ માટે આગામી સમયમાં ભાવિ ઉજ્જવળ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો