Bank Nifty Trend: ભારતીય શેરબજારમાં આજે બેન્કિંગ શેર્સમાં જબરદસ્ત ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા FCNR(B) ડિપોઝિટ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ સ્કીમ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ દલાલ સ્ટ્રીટમાં ઉત્સાહનો માહોલ છે. આ નવી જોગવાઈઓથી બેન્કો માટે હેજિંગનો ખર્ચ ઘટશે અને વિદેશી ચલણમાં ફંડ એકઠું કરવાનું વધુ આકર્ષક બનશે.

