Get App

Closing Bell – બજારમાં સતત ત્રીજા દિવસે તેજી; સેન્સેક્સ 208 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,900 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈટરનલ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એમએન્ડએમ, બજાજ ઑટો, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ અને એલએન્ડટી 1.32-5.19 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, ડૉ.રેડ્ડીઝ, શ્રીરામ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને ટાટા કંઝ્યુમર 1.22-2.03 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 10, 2026 પર 3:47 PM
Closing Bell – બજારમાં સતત ત્રીજા દિવસે તેજી; સેન્સેક્સ 208 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,900 ની ઉપરClosing Bell – બજારમાં સતત ત્રીજા દિવસે તેજી; સેન્સેક્સ 208 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,900 ની ઉપર
ભારતીય રૂપિયો 18 પૈસા ઉછળીને 90.58 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.76 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 84,273 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 84,482.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 25,989.45 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 18 પૈસા ઉછળીને 90.58 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.76 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધીને 60,735.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા વધારાની સાથે 17,451.20 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 208.17 અંક એટલે કે 0.25% ની મજબૂતીની સાથે 84,273.92 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 67.85 અંક એટલે કે 0.26% ની વધારાની સાથે 25,935.15 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો