Get App

South Korea Market Crash: દક્ષિણ કોરિયાના શેરબજારમાં હાહાકાર, સતત બીજા દિવસે મોટો કડાકો, 2 દિવસમાં બજાર 21% તૂટ્યું

દક્ષિણ કોરિયાના શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો નોંધાયો છે. 2 દિવસમાં બજાર 21% તૂટ્યું. SK Hynix અને સેમસંગના શેરો ધડામ થયા. જાણો લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 29, 2026 પર 1:19 PM
South Korea Market Crash: દક્ષિણ કોરિયાના શેરબજારમાં હાહાકાર, સતત બીજા દિવસે મોટો કડાકો, 2 દિવસમાં બજાર 21% તૂટ્યુંSouth Korea Market Crash: દક્ષિણ કોરિયાના શેરબજારમાં હાહાકાર, સતત બીજા દિવસે મોટો કડાકો, 2 દિવસમાં બજાર 21% તૂટ્યું
9 જુલાઈના રોજ કારોબારની શરૂઆતમાં કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી મજબૂતી સાથે ખુલ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ ભારે વેચવાલીના દબાણને કારણે તે લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો.

South Korea Market Crash: જો તમે ગ્લોબલ શેરબજાર પર નજર રાખો છો, તો દક્ષિણ કોરિયાથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાના શેરબજારમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે બજાર 2 દિવસમાં 21 ટકા જેટલું ક્રેશ થઈ ગયું છે.

29 જુલાઈના રોજ કારોબારની શરૂઆતમાં કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી મજબૂતી સાથે ખુલ્યો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ ભારે વેચવાલીના દબાણને કારણે તે લાલ નિશાનમાં ગરકાવ થઈ ગયો. એક સમયે તો તેમાં 10 ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો.

કોસ્પીની લેટેસ્ટ સ્થિતિ

દક્ષિણ કોરિયાના સમય મુજબ બપોરે 3:10 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 12:00 વાગ્યે) કોસ્પી ઇન્ડેક્સ 8 ટકાના કડાકા સાથે 5,541 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. (નોંધનીય છે કે ભારત અને દક્ષિણ કોરિયાના સમયમાં 3:30 કલાકનો તફાવત છે.)

કડાકા પાછળનું મુખ્ય કારણ શું છે?

કોરિયન માર્કેટમાં આવેલા આ ભૂકંપ પાછળનું મુખ્ય કારણ ચિપ બનાવતી દિગ્ગજ કંપની એસકે હાઇનિક્સના પરિણામો છે.

જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 557 ટકા વધ્યો હોવા છતાં, તે બજારની અપેક્ષાઓ કરતા ઘણો ઓછો રહ્યો. બજાર આ પરિણામોથી નાખુશ છે. પરિણામે 29 જુલાઈએ SK Hynix નો શેર એક સમયે 15 ટકા સુધી તૂટી ગયો હતો અને કારોબાર પૂરો થવાની થોડી વાર પહેલા તે 9.55 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આની સીધી અસર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના શેરો પર પણ પડી, જે એક સમયે 8 ટકા સુધી ગગડી ગયો હતો. નોંધનીય છે કે કોરિયન બજારના મુખ્ય ઇન્ડેક્સ કોસ્પીમાં માત્ર આ બે કંપનીઓની હિસ્સેદારી લગભગ 60 ટકા જેટલી છે. તેથી આ બંને શેરો તૂટતા આખું બજાર ધડામ થઈ ગયું. અગાઉ 28 જુલાઈએ પણ આ બંને શેરોમાં મોટો કડાકો બોલ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો