Get App

Asian Paints Shares: મોંઘા ક્રૂડ ઓઈલ છતાં એશિયન પેઈન્ટ્સનો શેર 3% ઉછળ્યો, ભાવ વધારાના નિર્ણયથી શેરમાં આવી ચમક

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ એશિયન પેઈન્ટ્સના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીએ બીજી વખત પ્રોડક્ટ્સના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જાણો રોકાણકારો માટે શું છે સારા સમાચાર.

MoneyControl Newsઅપડેટેડ Apr 20, 2026 પર 2:48 PM
Asian Paints Shares: મોંઘા ક્રૂડ ઓઈલ છતાં એશિયન પેઈન્ટ્સનો શેર 3% ઉછળ્યો, ભાવ વધારાના નિર્ણયથી શેરમાં આવી ચમકAsian Paints Shares: મોંઘા ક્રૂડ ઓઈલ છતાં એશિયન પેઈન્ટ્સનો શેર 3% ઉછળ્યો, ભાવ વધારાના નિર્ણયથી શેરમાં આવી ચમક
કાચા તેલમાં તેજી આવતા કંપનીના નફા પર અસર પડવાની આશંકા હતી, પરંતુ એશિયન પેઈન્ટ્સે સ્માર્ટ ચાલ ચાલતા બીજી વખત ભાવ વધારો ઝીંક્યો છે.

Asian Paints Shares: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ રૂપિયો નબળો પડી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ ક્રૂડ ઓઈલ મોંઘું થાય ત્યારે પેઈન્ટ કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે અને તેમના શેર ગગડે છે. પરંતુ, આ નકારાત્મક સંકેતો છતાં દેશની સૌથી મોટી પેઈન્ટ કંપની એશિયન પેઈન્ટ્સ (Asian Paints) ના શેરમાં આજે 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

જાણો શું છે આ તેજી પાછળનું કારણ અને કંપનીએ ભાવમાં કેટલો વધારો કર્યો છે.

ભાવ વધારાથી શેરની ચમક વધી

કાચા તેલમાં તેજી આવતા કંપનીના નફા પર અસર પડવાની આશંકા હતી, પરંતુ એશિયન પેઈન્ટ્સે સ્માર્ટ ચાલ ચાલતા બીજી વખત ભાવ વધારો (Price Hike) ઝીંક્યો છે. આ સમાચાર આવતા જ શેરબજારમાં કંપનીના શેરને મોટો સપોર્ટ મળ્યો. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન એશિયન પેઈન્ટ્સનો શેર 2.10% ઉછળીને 2515.20 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.

ક્રૂડ ઓઈલ અને પેઈન્ટ સેક્ટરનો સંબંધ

પેઈન્ટ બનાવતી કંપનીઓ માટે કાચું તેલ ખૂબ જ મહત્વનું છે. કંપનીના કુલ કાચા માલના ખર્ચમાં ક્રૂડ ઓઈલ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સનો હિસ્સો અંદાજે 35-40% જેટલો હોય છે. તેથી ક્રૂડના ભાવ વધે એટલે કંપનીનો ખર્ચ વધે અને નફો ઘટે. હાલમાં ટાઇટેનિયમ ઓક્સાઇડના ભાવ સ્થિર છે, પરંતુ પેકેજિંગ અને લોજિસ્ટિક્સ પાછળનો ખર્ચ વધ્યો છે. આ બોજ ગ્રાહકો પર નાખીને કંપનીએ પોતાની પ્રોફિટેબિલિટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

કેટલો વધ્યો ભાવ?

બધા સમાચાર

+ વધુુ વાંચો