Get App

Market Today: શેરબજારમાં ઘટાડાનો માહોલ છતાં આ 2 શેરમાં થઈ શકે છે તગડી કમાણી- જાણો નિષ્ણાતોની સલાહ

આજે ગ્લોબલ માર્કેટના દબાણ અને FII ની 12000 કરોડની વેચવાલીથી શેરબજારમાં કડાકો બોલ્યો છે. નબળા બજારમાં પણ Nifty, Bank Nifty ની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને 2 બેસ્ટ શેર્સ વિશે જાણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 04, 2026 પર 9:06 AM
Market Today: શેરબજારમાં ઘટાડાનો માહોલ છતાં આ 2 શેરમાં થઈ શકે છે તગડી કમાણી- જાણો નિષ્ણાતોની સલાહMarket Today: શેરબજારમાં ઘટાડાનો માહોલ છતાં આ 2 શેરમાં થઈ શકે છે તગડી કમાણી- જાણો નિષ્ણાતોની સલાહ
ગિફ્ટ નિફ્ટી પણ આશરે 200 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. વિદેશી રોકાણકારો દ્વારા કેશ અને વાયદા બજારમાં મળીને કુલ 12000 કરોડ રૂપિયાની જંગી વેચવાલી કરવામાં આવી છે.

Market Today: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ભૌગોલિક તણાવ વધ્યો છે. બીજી તરફ અમેરિકન બોન્ડ યીલ્ડ વધવાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. ગિફ્ટ નિફ્ટી પણ આશરે 200 પોઈન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. વિદેશી રોકાણકારો દ્વારા કેશ અને વાયદા બજારમાં મળીને કુલ 12000 કરોડ રૂપિયાની જંગી વેચવાલી કરવામાં આવી છે.

એશિયન બજારોમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને ગઈકાલે અમેરિકન માર્કેટ પણ પોતાના રેકોર્ડ હાઈથી નીચે પટકાયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ 97 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. આવા નબળા માહોલમાં ટ્રેડિંગ કઈ રીતે કરવું અને કયા શેરમાં કમાણી થઈ શકે, તે અંગે CNBCના એક્સપર્ટ વીરેન્દ્ર કુમાર અને ઇક્વિનોક્સ રિસર્ચના પંકજ રાંદડે ખાસ માહિતી આપી છે.

નિફ્ટી માટે આજની સ્ટ્રેટેજી

એક્સપર્ટ વીરેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ, FII નો ડેટા ઘણો નેગેટિવ છે. માત્ર 5 દિવસમાં 1.07 લાખ શોર્ટ પોઝિશન ઉમેરાઈ છે, જેનાથી ચિંતા વધી છે. પહેલો રજિસ્ટન્સ 23561 થી 23617, મોટો રજિસ્ટન્સ 23696 થી 23723/23778 પર છે. પહેલો બેઝ 23283 થી 23351 પર જ્યારે મજબૂત બેઝ 23149 થી 23229 ના સ્તરે રહેશે.

નિફ્ટી ટ્રેડિંગ ટિપ્સ

હાલમાં 23500-23600 લેવલ પર ભારે કોલ રાઇટિંગ થઈ છે. 23500-23561 ની નીચે બજારમાં નબળાઈ યથાવત રહી શકે છે. નિફ્ટી જ્યાં સુધી 23617 ની ઉપર ન નીકળે ત્યાં સુધી શોર્ટ કવરિંગની આશા ઓછી છે. એક્સપાયરીને ધ્યાનમાં રાખીને નીચા સ્તરે પ્રોફિટ બુકિંગ કરતા રહેવું.

બેન્ક નિફ્ટી પર નિષ્ણાતોનો મત

બધા સમાચાર

+ વધુુ વાંચો