FPI: છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય શેરબજારોમાં ભારે રોકાણ કર્યા બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા રોકાણમાં મંદી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ફુગાવાના જોખમોના પુનઃ ઉદભવ વચ્ચે FPIsએ ઓગસ્ટમાં ભારતીય શેરબજારોમાં રૂપિયા 12,262 કરોડનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓગસ્ટમાં ભારતીય શેરોમાં ચોખ્ખું રૂપિયા 12,262 કરોડનું રોકાણ કર્યું હતું. આ આંકડામાં પ્રાથમિક બજાર અને જથ્થાબંધ સોદા દ્વારા કરવામાં આવેલા રોકાણનો સમાવેશ થાય છે.

