Market Outlook: ભારતીય શેરબજારમાં મંગળવારે સતત 4થા ટ્રેડિંગ સેશનમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. નિફ્ટી 23,800ની મહત્વની સપાટી વટાવીને 370 પોઈન્ટના ઉછાળા સાથે 23,810 ના સ્તરે બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટી છેલ્લા 2 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ સેન્સેક્સ પણ 1,225 પોઈન્ટની મોટી છલાંગ લગાવીને 76,917 ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારની આ શાનદાર તેજીમાં ઓટો, FMCG, રિયલ્ટી અને પ્રાઈવેટ બેંકના શેરોમાં થયેલી ધૂમ ખરીદીનો સૌથી મોટો ફાળો રહ્યો હતો.

