Get App

Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY 50 પોઇન્ટ્સ ઉપર

Global Market: ડાઓ જોન્સમાં આશરે અઢીસો પોઇન્ટ્સની તેજી જોવા મળી, તો નાસ્ડેક અને S&P 500માં અડધા ટકાથી વધુની મજબૂતી સાથેનું ક્લોઝિંગ થયું હતું. ઉલ્લેખનિય છે કે ફેડના કડક વલણ બાદ પણ અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 8:39 AM
Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY 50 પોઇન્ટ્સ ઉપરGlobal Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY 50 પોઇન્ટ્સ ઉપર
Global Market: જેરોમ પૉવેલે કહ્યું કે- મોંઘવારી ઓછી કરવા જરૂર પડશે તો વ્યાજ દર વધારશે, અને લાંબા સમય સુધી વ્યાજ દર ઉંચા રહી શકે છે

Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY 50 પોઇન્ટ્સ ઉપર કારોબાર કરી રહી છે. શુક્રવારે અમેરિકી બજારોમાં તેજી જોવા મળી હતી. લગભગ ડાઓ જોન્સ અઢીસો પોઇન્ટ્સ વધ્યો હતો.

શુક્રવારે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા, જ્યાં ડાઓ જોન્સમાં આશરે અઢીસો પોઇન્ટ્સની તેજી જોવા મળી, તો નાસ્ડેક અને S&P 500માં અડધા ટકાથી વધુની મજબૂતી સાથેનું ક્લોઝિંગ થયું હતું. ઉલ્લેખનિય છે કે ફેડના કડક વલણ બાદ પણ અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી.

શુક્રવારે જેક્સન હૉલમાં ફેડ ચેરમેન જેરોમ પૉવેલે કહ્યું કે- મોંઘવારી ઓછી કરવા જરૂર પડશે તો વ્યાજ દર વધારશે, અને લાંબા સમય સુધી વ્યાજ દર ઉંચા રહી શકે છે, જોકે USમાં મોંઘવારી અનુક્રમે ઓછી થઈ છે, તેમ છતા પણ ફેડ તરફથી વ્યાજ દર વધવાના સંકેતો મળી રહ્યા છે, તો બીજી બાજુ Goldman Sachsએ વ્યાજ દરમાં વધારાની આશા નથી તેવું નિવેદન આપતા માર્કેટમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 35.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.65 ટકાના વધારાની સાથે 32,154.03 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.24 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.54 ટકા વધીને 16,571.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.15 ટકાની મજબૂતીની સાથે 18,342.83 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.84 ટકાની તેજી સાથે 2,540.25 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 82.07 અંક એટલે કે 2.68 ટકા ઉછાળા સાથે 3,146.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો