Get App

Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTYમાં પણ મામુલી તેજી

ગઈકાલે અમેરિકી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો, પણ તેની વચ્ચે લગભગ એક ટકા જેટલી તેજી સાથે બજાર બંધ થવામાં સફળ રહ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2023 પર 8:34 AM
Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTYમાં પણ મામુલી તેજીGlobal Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTYમાં પણ મામુલી તેજી
Global Market: એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTYમાં પણ મામુલી તેજી જોવા મળી રહી છે.

ગ્લોબલ બજારોથી સારા સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTYમાં પણ મામુલી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે અમેરિકી બજાર ઉતાર-ચઢાવની વચ્ચે લગભગ 1% સુધી વધ્યા હતા.

ગઈકાલે અમેરિકી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો, પણ તેની વચ્ચે લગભગ એક ટકા જેટલી તેજી સાથે બજાર બંધ થવામાં સફળ રહ્યું હતું. શુક્રવારે જેક્સન હોલમાં જેરોમ પૉવેલના નિવેદન બાદ અમેરિકી બજારમાં મજબૂતી જોવા મળી હતી. જ્યાં ડાઓ અડધા ટકાથી વધુ વધ્યો, નાસ્ડેક અને S&P 500માં પણ અડધા ટકાથી વધુની તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું.

આ વચ્ચે ડિમાંડમાં સુસ્તીની ચિંતાઓની વચ્ચે કાચા તેલમાં નરમ વલણ યથાવત છે. કાચા તેલના ભાવ આશરે એક ટકા લપસીને 84 ડૉલરની નીચે આવ્યા છે. WTI ના ભાવ 80 ડૉલર ઊપર કાયમ છે. જ્યારે મામૂલી વધારાની સાથે સોનુ 1950 ડૉલરની નજીક કારોબાર કરી રહ્યુ છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 11.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.17 ટકાના વધારાની સાથે 32,225.72 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.27 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.18 ટકા વધીને 16,539.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.53 ટકાની તેજીની સાથે 18,408.55 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.33 ટકા વધારાની સાથે 2,551.87 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 14.54 અંક એટલે કે 0.47 ટકા વધીને 3,113.18 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો