Global Market: બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની બીજા દિવસે પણ મામુલી વેચવાલી જોવાને મળી રહી છે. GIFT NIFTY આશરે 70 પોઇન્ટ્સ નીચે કારોબાર થઈ રહ્યો છે. એશિયામાં પણ મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે, ત્યાંજ અમેરિકાના બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી. ડાઓ જોન્સ અને S&P રેકોર્ડ ઉંચાઈ પર બંધ થયા, ત્યાંજ નાસ્ડેકમાં પણ અડધા ટકાથી વધુની તેજી રહી.

