FIIs selling: ભારતીય શેરબજારમાં નરમાશનો માહોલ યથાવત્ રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી રિકવર નથી થઈ રહ્યાં. જેના અન્ય કારણો ઉપરાંત, બજારમાંથી સતત પૈસા ઉપાડી રહેલા વિદેશી ઇન્વેસ્ટર્સ દ્વારા કરવામાં આવતી સેલિંગ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્ષે 2025માં કરવામાં આવેલ ઉપાડ હવે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી 14 ફેબ્રુઆરી સુધીના માત્ર 33 દિવસમાં FIIએ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું જંગી સેલિંગ કર્યું છે. ચાલો જાણીએ કે આ વિદેશી સંસ્થાકીય ઇન્વેસ્ટર્સની ઉદાસીનતા ક્યારે સમાપ્ત થઈ શકે છે અને આ માટે કયા પગલાં લઈ શકાય?