Sona BLW Share Price: ઓટો પાર્ટ્સ બનાવતી કંપની Sona BLW Precision Forgingsના શેરમાં 27 ઓક્ટોબરે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબાર દરમિયાન શેર પાછલા બંધ ભાવની સરખામણીએ 10% સુધી ઉછળ્યો હતો અને BSE પર ₹863.90ની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યો હતો. આ તેજી બાદ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹53,400 કરોડથી વધુ થઈ ગયું હતું. કંપનીએ એક દિવસ પહેલાં જાહેર કરેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામોએ શેરને સપોર્ટ આપ્યો હતો.

