Closing Bell: સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોને ભારે વોલેટિલિટીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સેશનમાં મિશ્ર શરૂઆત બાદ, આખો દિવસ બજાર એક સીમિત રેન્જમાં અથડાયેલું રહ્યું હતું. આખરે ટ્રેડિંગ સેશન પૂર્ણ થતા સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા, જોકે આ ઘટાડો ખૂબ જ સામાન્ય હતો.

