Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2023 પર 10:42 AM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
Stock in News: IRDAI (Insurance Regulatory and Development Authority of India )એ બેન્કને શેરહોલ્ડીગ વધારવા મંજૂરી આપી. ICICI લોમ્બાર્ડમાં તબ્બકાવાર 4% સુધી શેરહોલ્ડીગ વધારવા મંજૂરી આપી.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઉદય કોટકે MD&CEO પદેથી રાજીનામુ આપ્યું. ઉદય કોટકનું રાજીનામુ 1 સપ્ટેમ્બરથી અમલમાં છે. દીપક ગુપ્તા 31 ડિસેમ્બર 2023 સુધી વચગાળાના MD અને CEO રહેશે. ઉદય કોટક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પદ સંભાળશે. બેન્કે 1 જાન્યુઆરીથી નવા MD અને CEOની નિમણૂક કરવા માટે RBIની મંજૂરી માંગી છે.

ઉદય કોટકે પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યુ હતુ કે બેન્ક નવા MD અને CEO ની નિમણૂક કરવા માટે RBI ની મંજૂરીની રાહ છે. હું હવે સ્વેચ્છાએ CEO પદ છોડી રહ્યો છું. વારસાને આગળ લઈ જવા માટે અમારી પાસે સારી મેનેજમેન્ટ ટીમ છે. ફાઉન્ડર જતાં રહે છે,પણ સંસ્થા હમેશા આગળ વધતી રહે છે. અમે અમારા શેરધારકો માટે મૂલ્ય બનાવ્યું છે. 1 લાખથી વધુ સીધી નોકરીઓ આપી છે. 1985માં 10,000 રૂપિયાનું રોકાણ હતું,આજે અંદાજે 300 કરોડ રૂપિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો