Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2023 પર 9:00 AM
Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજરStocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર
નઝારા ટેકને ઈક્વિટી શેર દ્વારા 750 કરોડ રૂપિયા એકત્ર કરવા બોર્ડે મંજૂરી આપી.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ફોક્સકોન અને વેદાંતાએ જોઈન્ટ વેન્ચર રદ્દ કર્યું. ભારતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે જોઈન્ટ વેન્ચર કર્યું હતું. વેદાંતાએ કહ્યું સેમિકંડક્ટર પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અન્ય ભાગીદાર શોધીને તેમની સાથે આ પ્રોજેક્ટ આગળ વધારીશું. પ્રોડક્શન-ગ્રેડ 28 nm માટે ટૂંક સમયમાં લાઇસન્સ મળવાની અપેક્ષા છે.

ફોક્સકોને કહ્યું બન્ને પક્ષે મળીને આ જોઈન્ટ વેન્ચરમાં આગળ ન વધવાનો નિર્ણય લીધો. ફોક્સકોન કંપનીના નામમાંથી પોતાનું નામ હટાવવા માટે પ્રયત્ન કરશે. હવે આ JV કંપની વેદાંતાની સંપૂર્ણ માલિકીની કંપની છે. અમે પણ ભારતમાં સેમિકંડક્ટર બિઝનેસ સ્થાપવા અન્યો સાથે કરાર કરીશું.

બધા સમાચાર

+ વધુુ વાંચો