Get App

Mutual Fund investment: આધાર-PAN લિંક ન હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો રોકાણ! સેબીએ KYC નિયમો કર્યા હળવા

જેમણે હજી સુધી તેમના PAN અને આધારને લિંક કર્યા નથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે જેમાં તેઓ હાલમાં રોકાણ કરી રહ્યાં છે.

MoneyControl Newsઅપડેટેડ May 16, 2024 પર 1:42 PM
Mutual Fund investment: આધાર-PAN લિંક ન હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો રોકાણ! સેબીએ KYC નિયમો કર્યા હળવાMutual Fund investment: આધાર-PAN લિંક ન હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો રોકાણ! સેબીએ KYC નિયમો કર્યા હળવા
આધાર-PAN લિંક ન હોય તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો!

આધાર-PAN લિંક ન હોય તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો! સેબીએ KYC નિયમો હળવા કર્યા, જેમણે હજી સુધી તેમના PAN અને આધારને લિંક કર્યા નથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે જેમાં તેઓ હાલમાં રોકાણ કરી રહ્યાં છે.

હવે આધાર-પાન લિંક ન હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ રહેશે. વાસ્તવમાં, માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તેના કેવાયસી સંબંધિત કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે.

અગાઉ, સેબીએ મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત ટ્રાજેક્શન માટે આધાર અને પાન લિંકને ફરજિયાત જાહેર કર્યું હતું. સેબીએ આ વર્ષે 1 એપ્રિલથી નિયમ લાગુ કર્યો હતો કે જો કોઈ વ્યક્તિનો ફોન નંબર અથવા ઈમેલ આઈડી વેરિફિકેશન ન થયું હોય અથવા તેમના આધાર-પાન લિંક ન થયા હોય તો તેને હોલ્ડ કેટેગરીમાં રાખવામાં આવશે. આવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત ટ્રાજેક્શન કરી શકતા ન હતા. હવે તેને રાહત મળી છે.

જે રોકાણકારોએ માન્યતા માટે આધાર સિવાયના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો તેમને રજિસ્ટર્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. આવા રોકાણકારો હાલના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે, પરંતુ કોઈ નવા ફોલિયોમાં નાણાંનું રોકાણ કરી શકતા ન હતા. સેબીની છૂટછાટ બાદ તેમને પણ રાહત મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો