નિપ્પૉન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે સ્મૉલ-કેપ ફંડ્સ માટે નવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન્સ (STPs)ના માધ્યમથી મહત્તમ ઈનવેસ્ટમેન્ટ લિમિટને ઘટાડીને પ્રતિ પાન 50,000 રૂપિયા પ્રતિ દિવસ કરી દીધા છે. આ નવી લિમિટેડ શુક્રવાર (22 માર્ચ 2024) એટલે કે આજથી લાગુ થઈ ગઈ છે. નિપ્પૉન ઈન્ડિયા સ્મૉલ કેપ ફંડ ભારતની સૌથી મોટી સ્મૉલ કેપ યોજના છે. ફંડ હાઉસે આ નિર્ણય મ્યુચ્યુઅલ ફંડ સ્ટ્રેસ ટેસ્ટના પહેલા રાઉન્ડના પરિણામો જાહેર કર્યા બાદ લીધો છે. ફંડ હાઉસે આ એડજસ્ટમેન્ટના પાછળના કારણ તરીકે સ્મૉલ-કેપ માર્કેટ સેગમેન્ટમાં હાલમાં જોવા મળેલી તેજી વધારો અને રોકાણકારોની વધતી ભાગીદારીનો ઉલ્લેખ કર્યો છે.