ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં પણ તેમનો વેગ ચાલુ રાખ્યો હતો અને થીમ આધારિત સ્કીમોના વિશાળ યોગદાનને કારણે તેમાં રુપિયા 38,239 કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, જુલાઈના રુપિયા 37,113 કરોડના ચોખ્ખા પ્રવાહની સરખામણીમાં ઓગસ્ટમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈક્વિટી ફંડમાં ચોખ્ખો પ્રવાહ સતત 42 મહિનાથી ચાલુ છે.