LIC Best Scheme: LIC મ્યુચ્યુઅલ ફંડનું નામ દેશની વિશ્વસનીય કંપનીઓમાં સામેલ છે. તે દેશની સૌથી મોટી વીમા કંપની LIC ની પેટાકંપની છે. LIC મ્યુચ્યુઅલ ફંડ એપ્રિલ 1989 માં શરૂ થયું હતું. LIC મ્યુચ્યુઅલ ફંડની તમામ યોજનાઓએ રોકાણકારોને લાંબા ગાળામાં ઉત્તમ વળતર આપ્યું છે. રેટિંગ એજન્સી CRISIL એ પણ LIC મ્યુચ્યુઅલ ફંડને સરેરાશથી સારૂ રેટિંગ આપ્યું છે. કંપની પાસે સારો કસ્ટમર બેઝ છે.