જે ઇન્વેસ્ટર્સ તેમના મ્યુચ્યુઅલ ફંડને ભૂલી ગયા છે તેમને હવે તેને શોધવાનું સરળ બનશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઇન્વેસ્ટર્સ માટે ઇનએક્ટિવ અને ક્લેમ વગરના મ્યુચ્યુઅલ ફંડ (MF) ફોલિયોને ટ્રેસ કરવા માટે સર્વિસ પ્લેટફોર્મ વિકસાવવાની દરખાસ્ત કરી છે. સેબીએ તેના કન્સલ્ટેશન પેપરમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રીટ્રીવલ આસિસ્ટન્ટ (MITR) નામનું પ્રસ્તાવિત સર્વિસ પ્લેટફોર્મ બે અગ્રણી રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ (RTAs) CAMS અને KFintech દ્વારા વિકસાવવામાં આવશે.