એક સમય હતો જ્યારે લોકો તેમની બચત બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા હતા. હવે જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. કદાચ, આના પરિણામે બેન્ક ડિપોઝિટમાં ઘટાડો થયો છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રેકોર્ડતોડ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રોકાણ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જૂન 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પાંચ ગણું વધીને રૂપિયા 94,151 કરોડ થયું છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં આ આંકડો રૂપિયા 18,358 કરોડ હતો.