નિવૃત્તિ પછી સારું જીવન જીવવા માટે સારું બેન્ક બેલેન્સ અથવા કોર્પસ રાખવાની કોને ઈચ્છા ન હોય? પણ આ ઈચ્છા પૂરી કરવાનો સાચો રસ્તો કયો છે? શું મોટું બેન્ક બેલેન્સ બનાવવા માટે મોટી બચત કરવી જરૂરી છે? ઘણા લોકોને લાગે છે કે મોટી કોર્પસ બનાવવા માટે રોકાણની રકમ પણ મોટી હોવી જોઈએ. પરંતુ આ વિચાર યોગ્ય નથી. જો નાની બચત પણ નિયમિતપણે કરવામાં આવે અને તે નાણાંનું યોગ્ય સ્થાને રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે સારું ભંડોળ ઊભું કરી શકાય છે.