ગુજરાતમાં આગામી 22 જૂન, 2025ના રોજ રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આમાંથી 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. આ ચૂંટણી પહેલાં ગામડાઓમાં સમરસતા લાવવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ સમરસ ગ્રામ પંચાયતો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ અને ઈનામોની પણ જાહેરાત કરવામાં આવી હતી.