Maharashtra Election 2024: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિ ફરી સત્તામાં આવશે. તેમણે રવિવારે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો હતો અને મહારાષ્ટ્રમાં મહાયુતિના આગામી સીએમ કોણ હશે તે પણ જાહેર કર્યું હતું. અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રીના ચહેરાના નામ અંગેનો નિર્ણય ગઠબંધન સાથી પક્ષો ચૂંટણી પૂરી થયા પછી જ લેશે. શાહે કહ્યું, "હાલમાં એકનાથ શિંદે મુખ્યપ્રધાન છે. ચૂંટણી પછી ત્રણેય ગઠબંધન પાર્ટનરો મુખ્ય પ્રધાન અંગે નિર્ણય કરશે."