વિપક્ષના સાંસદોએ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની કામગીરી અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. જેપીસીની રાજ્ય મુલાકાતો પર વિપક્ષના સાંસદોએ નારાજગી વ્યક્ત કરી છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપવા છતાં, JPC અધ્યક્ષ જગદંબિકા પાલ રાજ્યનો પ્રવાસ ચાલુ રાખે છે. વિપક્ષના સાંસદોએ પાંચ રાજ્યોના પ્રવાસનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે પાલના નેતૃત્વમાં યોજાઈ રહેલી બેઠકોમાં કોરમ પૂરો થતો નથી.