Vice President Jagdeep Dhankhar Resignation: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે, મોનસૂન સત્રના પહેલા દિવસે, અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંબોધેલા પત્રમાં તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે.