Get App

પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2018 પર 2:33 PM
પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબપ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

અમદાવાદમાં ઓલ ઇન્ક્લુઝીવ રૂપિયા 50 લાખ સુધીમાં 2BHK ફ્લેટ ક્યા મળી શકે? એમને ઘર સ્કુલ અને અન્ય સુવિધાઓ નજીક હોય એવા વિસ્તારમાં જોઇએ છે આ ઉપરાંત એમણે SG હાઇવે અને આસપાસનાં વિસ્તારમાં સારા વિકલ્પો અંગેની માહિતી પણ માંગી છે.

સવાલ-

તેઓ મૂળ અમદાવાદનાં છે, તેમણે પુછયુ છે કે 2017માં તેમણે અડાલજ ગાંધીનગર હાઇવે પર કમર્શિયલ ઝોન અંગેનાં સમાચાર સાંભળ્યા હતા. તો તેઓ આ કમર્શિયલ ઝોન વિશે જાણવા માંગે છે અને આ ઝોનનું ભવિષ્ય કેવુ હોઇ શકે? એમણે પુછયુ કે આ ઝોનની આસપાસ રેસિડન્શિયલ એરિયામાં રોકાણ કરવાથી આવનારા વર્ષોમાં અપ્રિશિયેશનની આશા રાખી શકાય?

જવાબ-

ડેવલપમેન્ટ પ્લાનને સાકાર થતા ઘણો સમય લાગે છે. આ સમયગાળામાં જો લાંબાગાળા માટે રોકાણ કરો તો લાભદાયક છે. અડાલજ-સરઘાસણ વચ્ચે રોકાણની સારી તક છે. ભવિષ્યમાં સારો અપ્રિશિયેશન મળી શકશે. તમારે લાંબાગાળા માટે રોકાણ કરવું જરૂરી છે. SG હાઇવે પર સરકારનો મહત્વકાક્ષી પ્રોજેક્ટ છે. સ્પીડ હાઇવે આવી શકે છે. અમદાવાદ-ગાંધીનગર વ્ચચે સ્પીડ હાઇવે છે. અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સિટી બનાવવાનાં પ્રયાસ છે. સરખેજ થી સરઘાસણ પટ્ટા પર ઘણા ડેવલપમેન્ટ છે. શાંતિગ્રામ ટાઉનશીપ આ પટ્ટા પર છે. ગિફ્ટ સિટી અહીંથી જઇ શકાશે.

સવાલ-

બધા સમાચાર

+ વધુુ વાંચો