Get App

પ્રોપર્ટી ગુરૂ: કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?

પ્રોપર્ટી માર્કેટમાં રેશનાલિટી આવી છે. હવે પ્રોપર્ટી માર્કેટ એન્ડયુઝર ડ્રીવન બન્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2019 પર 10:43 AM
પ્રોપર્ટી ગુરૂ: કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?પ્રોપર્ટી ગુરૂ: કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?

પ્રોપર્ટી માર્કેટમાં રેશનાલિટી આવી છે. હવે પ્રોપર્ટી માર્કેટ એન્ડયુઝર ડ્રીવન બન્યુ છે. પોતાનું ઘર ખરીદવા માટેનો સુધાર છે. ગ્રાહક માટે ઘર ખરીદવાની સારી તક બની છે. લોન પર વ્યાજદર ઘટી રહ્યાં છે. 3, 4 વર્ષથી પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે. સેલ્સમાં 8 ટકા ગ્રોથ આ વર્ષે થયો છે.

કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?

લિક્વિડિટીની સમસ્યા મોટી છે. એનબીએફસીની સમસ્યાની અસર પ્રોપર્ટી માર્કેટ પર થઇ છે. ડેવલપર પોતાનો સેલ્સ વધારવા કોશિષ કરી રહ્યાં છે. લિક્વિડિટી માટે સેલ્સ ડબલ કરવાની જરૂર છે. ડેવલપર માટે લિક્વિડિટી મોટી સમસ્યા છે. ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળવાની શક્યતાઓ બની રહી છે. ડેવલપર હવે ઇન્વેન્ટરી હોલ્ડ કરવા નથી માંગતા. 40 થી 50 મહિનાની ઇન્વેન્ટરી માર્કેટમાં છે. અનઅફોર્ડિબિલિટી આજે પણ સમસ્યા છે.

અફોર્ડેબલ સેગ્મેન્ટ

અફોર્ડેબલ સેગમેન્ટમાં સેલ્સ વધ્યા છે. અફોર્ડેબલ સેગમેન્ટને સરકારે ઘણુ બુસ્ટ આપ્યું છે. અફોર્ડેબલ પર જીએસટી 1 ટકા કરાયો છે. જમીનની કિંમત 10 ટકા વધી છે. શહેરથી દુર અફોર્ડેબલ હાઉસિંગને સફળતા નહી મળે. મોટા શહેરની નજીકમાં અફોર્ડેબલને સફળતા મળશે. મોટા શહેરોનો ગ્રોથ 8 ટકા નોંધાયો છે. ટાયર 2,3 માં 17 ટકા ગ્રોથ નોંધાયો છે.

ક્યાં શહેરોમાં પ્રોપર્ટી ખરીદો-

અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં ઘરનું વેચાણ વધ્યુ છે. વડોદરા,નાસિક,ગોવાહાટીમાં ઘરનું વેચાણ વધ્યુ છે. નાના શહેરોમાં અફોર્ડેબલ સેગ્મેન્ટ વિકસ્યું છે. ટાયર-1માં સરકારે જમીનની કિંમત પર ધ્યાન આપવું જોઇએ. જમીનની ઉંચી કિંમતને કારણે ઘર મોંઘા બન્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો