Housing Prices: સામાન્ય માણસ માટે પોતાનું ઘર બનાવવું એ જીવનનું સૌથી મોટું સપનું હોય છે. પરંતુ હવે આ સપનું પૂરું કરવું ધીમે ધીમે વધુ મોંઘું બની રહ્યું છે. દેશના 7 મોટા શહેરોમાં ઘરોના ભાવ આસમાને પહોંચ્યા છે. Anarock Researchના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વર્ષ 2021 થી 2025 વચ્ચે ઘરોની કિંમતમાં 59% નો જંગી ઉછાળો આવ્યો છે. જ્યારે આ જ સમયગાળામાં ઘર બનાવવા પાછળનો ખર્ચ 34% જેટલો વધ્યો છે. એટલે કે, બાંધકામ ખર્ચ કરતા ઘરોના ભાવ વધુ ઝડપથી વધ્યા છે.

