ડાયાબિટીસ એ લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગ છે જેને જો સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો આપણા શરીરને અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. દેશ અને દુનિયામાં લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. દર વર્ષે અંદાજે 10 લાખ લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. બિનઆરોગ્યપ્રદ લાઇફ સ્ટાઇલ, સ્ટ્રેસ, ખોટી આહાર આદતોના કારણે લોકો બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શુગરને કંટ્રોલ કરવા માટે તમારા ડાયટનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે, આ સિવાય તમારે શુગરને કંટ્રોલ કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવવા જોઈએ. બાબા રામદેવના મતે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમારે તમારા આહારમાં આમળા, હળદર અને તમાલપત્રનો સમાવેશ કરવો જોઈએ. આવો, અમે તમને જણાવીએ કે આ ત્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક છે?

