Get App

Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન ‘iPhone Ultra’ લૉન્ચ માટે તૈયાર! 4.5mm પાતળી ડિઝાઇન અને શાનદાર ફીચર્સ જોઈને રહી જશો દંગ

Appleના પહેલા ફોલ્ડેબલ ફોન iPhone Ultraની ડિટેલ્સ લીક થઈ ગઈ છે. માત્ર 4.5mm જાડાઈ, 5800mAh બેટરી અને A20 Pro ચિપસેટ સાથે આવતા આ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી જાણો.

MoneyControl Newsઅપડેટેડ Sep 01, 2026 પર 3:22 PM
Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન ‘iPhone Ultra’ લૉન્ચ માટે તૈયાર! 4.5mm પાતળી ડિઝાઇન અને શાનદાર ફીચર્સ જોઈને રહી જશો દંગAppleનો પહેલો ફોલ્ડેબલ ફોન ‘iPhone Ultra’ લૉન્ચ માટે તૈયાર! 4.5mm પાતળી ડિઝાઇન અને શાનદાર ફીચર્સ જોઈને રહી જશો દંગ
ત્રણ મોડલ્સમાં iPhone Ultra સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ એપલનો પહેલો ફોલ્ડેબલ આઈફોન હોવાની પૂરી શક્યતા છે.

Apple Foldable iPhone: ટેક જગતમાં અત્યારે Appleના નવા ફોલ્ડેબલ ફોનની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. ગ્રાહકો લાંબા સમયથી એપલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવતા મહિને 8 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની મેગા ઈવેન્ટમાં કંપની ત્રણ નવા આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને સૌથી ખાસ iPhone Ultra સામેલ છે.

iPhone Ultra કેમ છે આટલો ખાસ?

આ ત્રણ મોડલ્સમાં iPhone Ultra સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ એપલનો પહેલો ફોલ્ડેબલ આઈફોન હોવાની પૂરી શક્યતા છે. આ ફોન માર્કેટમાં સીધી જ Samsungના ફોલ્ડેબલ ફોન્સને કાંટાની ટક્કર આપશે. તાજેતરમાં લીક થયેલી માહિતી અને અફવાઓ પરથી આ ફોન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ચાલો જાણીએ તેના શાનદાર ફીચર્સ વિશે.

ભારતમાં રિલીઝ ડેટ અને કિંમત

એપલ દ્વારા આ આગામી ઈવેન્ટની તારીખ 8 સપ્ટેમ્બર કન્ફર્મ કરી દેવામાં આવી છે અને આ જ દિવસે આપણે આ ત્રણેય નવા ફોન પરથી પડદો ઉચકતા જોઈ શકીએ છીએ. કિંમતની વાત કરીએ તો, ભારતીય બજારમાં iPhone Ultraના બેઝ વેરિઅન્ટ 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની શરૂઆતી કિંમત 2,21,900 રૂપિયા હોઈ શકે છે.

ડિસ્પ્લે અને શાનદાર પાતળી ડિઝાઇન

આ ફોનની ડિઝાઇન લોકોના હોશ ઉડાવી દેશે. જ્યારે તમે ફોન ખોલશો (અનફોલ્ડ કરશો) ત્યારે તેની જાડાઈ માત્ર 4.5mm હશે, અને ફોલ્ડ કર્યા પછી તે 9mm નો થશે. ટાઇટેનિયમ બોડી સાથે આવતા આ ફોનની ડિસ્પ્લે પણ દમદાર છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો