Get App

ભારત સરકારની કડકાઈ બાદ ઝૂક્યું Meta, બાળકોની સુરક્ષાને લઈને માર્ક ઝુકરબર્ગની કંપનીએ લીધો મોટો નિર્ણય

ભારત સરકારના કડક વલણ બાદ સોશિયલ મીડિયા દિગ્ગજ Meta એ મોટો નિર્ણય લીધો છે. હવે પ્લેટફોર્મ પર બાળકોના યૌન શોષણને લગતા કેસની માહિતી સીધી ભારતીય એજન્સીઓને અપાશે. જાણો સમગ્ર મામલો.

MoneyControl Newsઅપડેટેડ Sep 15, 2026 પર 1:14 PM
ભારત સરકારની કડકાઈ બાદ ઝૂક્યું Meta, બાળકોની સુરક્ષાને લઈને માર્ક ઝુકરબર્ગની કંપનીએ લીધો મોટો નિર્ણયભારત સરકારની કડકાઈ બાદ ઝૂક્યું Meta, બાળકોની સુરક્ષાને લઈને માર્ક ઝુકરબર્ગની કંપનીએ લીધો મોટો નિર્ણય
સરકારી સૂત્રોએ મંગળવારે માહિતી આપી હતી કે, મેટા હવે પોતાના પ્લેટફોર્મ પર બાળકોના યૌન શોષણ સંબંધિત કોઈપણ કેસ કે ઘટનાની માહિતી સીધી ભારતીય કાનૂન લાગુ કરનારી એજન્સીઓને આપવા માટે સંમત થઈ ગઈ છે.

Meta Child Sexual Case: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષા અને આપત્તિજનક કન્ટેન્ટને લઈને ભારત સરકારે લાલ આંખ કરી છે. સરકારની કડકાઈ બાદ હવે અમેરિકન ટેક દિગ્ગજ અને માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ મોટો નિર્ણય લીધો છે.

સરકારી સૂત્રોએ મંગળવારે માહિતી આપી હતી કે, મેટા હવે પોતાના પ્લેટફોર્મ પર બાળકોના યૌન શોષણ સંબંધિત કોઈપણ કેસ કે ઘટનાની માહિતી સીધી ભારતીય કાનૂન લાગુ કરનારી એજન્સીઓને આપવા માટે સંમત થઈ ગઈ છે.

સરકારનું કડક વલણ: બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કામ કરતી કોઈપણ સોશિયલ મીડિયા કંપની માટે બાળકોની ઓનલાઈન સુરક્ષા એ પાયાનો સિદ્ધાંત છે. આ બાબતે સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. લાંબા સમયથી સરકાર હાનિકારક માહિતી અને ફેક ન્યૂઝને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે વાટાઘાટો કરી રહી છે. મેટાની આ સહમતિ બાળકો માટે ઇન્ટરનેટને સુરક્ષિત બનાવવાની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રથમ પગલું છે.

મેટાના અધિકારીઓને ભારતનું તેડું અને ચેતવણી

છેલ્લા કેટલાક સમયથી સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સરકારે મેટાને હાનિકારક અને ગેરકાયદેસર ઓનલાઈન કન્ટેન્ટ (જેમાં બાળકોના યૌન શોષણને લગતી સામગ્રી અને ડીપફેક સામેલ છે) રોકવા માટે કડક નોટિસ ફટકારી હતી. આ મામલાની ગંભીરતાને જોતા તાજેતરમાં જ સોશિયલ મીડિયા કંપનીના ટોચના અધિકારીઓને ભારતમાં તલબ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ કંપની ભારતીય કાયદાઓનું પાલન નહીં કરે, તો તેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

અન્ય પ્લેટફોર્મ્સ સામે પણ થશે કાર્યવાહી

બધા સમાચાર

+ વધુુ વાંચો