Get App

Chandra Grahan 2023: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, જાણો સુતક કાળ અને ગ્રહણનો સમય

Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ 28/29 ઑક્ટોબરના રાત્રે 01:06 વાગ્યાથી શરૂ થશે. મોડી રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થઈ જશે. કુલ મળીને 1 કલાક અને 16 મિનટનું ચંદ્રગ્રહણ લાગશે. પેનમ્બ્રામાંથી પ્રથમ ચંદ્ર સ્પર્શ 11:32 વાગ્યે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. સુતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 28, 2023 પર 1:37 PM
Chandra Grahan 2023: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, જાણો સુતક કાળ અને ગ્રહણનો સમયChandra Grahan 2023: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, જાણો સુતક કાળ અને ગ્રહણનો સમય
ચંદ્ર ગ્રહણ 28/29 ઑક્ટોબરના રાત્રે 01:06 વાગ્યાથી શરૂ થશે. મોડી રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થઈ જશે. કુલ મળીને 1 કલાક અને 16 મિનટનું ચંદ્રગ્રહણ લાગશે.

Chandra Grahan 2023: વર્ષ 2023 ના અંતિમ ચંદ્ર ગ્રહણ આજે એટલે કે 28 ઑક્ટોબર દિવસ શનિવાર એટલે આજે લાગવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ દેશના કેટલા રાજ્યોમાં જોવા મળશે. ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ ઘટનાને શુભ નથી માનવામાં આવી રહ્યુ. સૂર્યની પરિક્રમાના દરમ્યાન જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચેમાં આવે છે. ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓના અનુસાર પૂર્ણિમાની રાત્રે જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને ગળવાની કોશિશ કરે છે તો ચંદ્રમાં પર ગ્રહણ લાગી જાય છે. જ્યારે ચંદ્ર ગ્રહણથી 9 કલાક પહેલા સુતક કાળ શરૂ થઈ જાય છે.

ચંદ્ર ગ્રહણ 28/29 ઑક્ટોબરના રાત્રે 01:06 વાગ્યાથી શરૂ થશે. મોડી રાત્રે 2.22 વાગ્યે સમાપ્ત થઈ જશે. કુલ મળીને 1 કલાક અને 16 મિનટનું ચંદ્રગ્રહણ લાગશે. પેનમ્બ્રામાંથી પ્રથમ ચંદ્ર સ્પર્શ 11:32 વાગ્યે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. સુતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે.

જાણો સુતક કાળનો સમય?

વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 28 ઓક્ટોબરે બપોરે 2:52 વાગ્યાથી શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 02:22 વાગ્યા સુધી ચાલશે. સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. સુતક સમયને અશુભ માનવામાં આવે છે, તેથી તેમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો